Your browser does not support JavaScript!
 Notice Board
Updated At Description
28-03-2024 RTE પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માટે) Revised  attachment
11-03-2024 કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો
(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)
 attachment
14-03-2024 પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.  attachment
15-03-2023 RTE હેઠળ ચોથા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી આપવા બાબત...

જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના ચોથા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. ૧૯/૦૬/૨૦૨૨, રવીવાર થી તા.૨૧/૦૬/૨૦૨૨, મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો.
 
03-04-2024 RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૪-૨૫ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત
  • ખાસ સૂચના:- તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૦૬/૦૪/૨૦૨૪ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના  અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં  પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે  અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું  ઓરિજિનલ ડૉક્યુમેન્ટ  જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. 
15-04-2024 RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે,
ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ: ૨૨-૦૪-૨૦૨૪  સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
07-03-2024
RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્‍ડ તા. ૦૪/૦૫/૨૦૨૩, ગુરુવારનાં રોજ જાહેર કરવામાં આવશે.
 
24-04-2023 RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૩-૨૪ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત
  • ખાસ સૂચના:- તા.૨૫/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના  અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં  પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે  અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને પૂર્ણ વાંચી શકાય તેવું  ઓરિજિનલ ડૉક્યુમેન્ટ  જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. 
     
 attachment
01-04-2023 વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:
           આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
           તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.
 
15-03-2023 RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ O૬/O૬/૨O૨૨, સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
;