Your browser does not support JavaScript!

FAQ

વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ ૧ અથવા ૨ શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. આથી નજીકનાં વિસ્તારની વધુ શાળાઓ પસંદ કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગીક્રમ આપની અનુકુળતા મુજબનો હોય તેનુ ધ્યાન રાખવું. કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભુલી જાય છે. જે યોગ્ય નથી. આથી, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. ભળતા નામવાળી બીજી શાળા પસંદ ન થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદ કરવી.
શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.
જયાં સુધી આપ confirm (કન્ફર્મ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી , શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ લઇ અને જરૂરી આધાર પુરાવાની નકલ જોડી સ્વીકાર કેન્દ્ર (receiving center) પર જમા કરાવવાનું છે. આપની સગવડ માટે ફોર્મ ની પ્રિન્ટ માં નજીકના ૧૦ સ્વીકાર કેન્દ્રોની યાદી જોવા મળશે. ત્યાં તથા ૧૦ સ્વીકાર કેન્દ્ર સિવાયના અન્ય કોઇ પણ સ્વીકારકેન્દ્ર પર અરજી જમા કરાવી શકો છો. સ્વીકાર કેન્દ્રો ની યાદી નીચે દર્શાવેલ લીંક પરથી મેળવી શકો છો. http://www.rtegujarat.org/Home/ReceivingcenterList
આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઇ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ http://www.rtegujarat.org અથવા https://rte.orpgujarat.com જોતા રહેવું. અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઇ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.
ઓનલાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવાળા કમ્પ્યુટરથી તથા મોબાઈલ પર પણ સીધા ભરી શકાશે. ઉપરાંત વેબસાઇટ ઉપર આવેલ આપના જિલ્લાના/મહાનગર પાલિકાના સ્વીકાર કેંદ્રો પરથી ભરી શકાશે. કોઇપણ જગ્યાએથી ફોર્મ ભરતા હોય પણ તેમાં આપની કેટેગરી , શાળા, માધ્યમ વગેરે તમામ માહિતીની ચોકકસાઇ કર્યા બાદ જ ફોર્મ કન્ફર્મ કરવું. આપ મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો. જો આપ ઓનલાઇન ફોર્મ ના ભરી શકતા હો તો વેબસાઇટ www.rtegujarat.org અથવા https://rte.orpgujarat.com પરથી ઓફલાઇન ફોર્મ ભરી અને સ્વીકાર કેન્દ્ર પર જઇ શકો છો. સ્વીકાર કેન્દ્ર આપને ઓનલાઇન ફોર્મ ભરી આપશે
ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
આપનું બાળક જો ધોરણ ૧/૨ માં અભ્યાસ કરતું હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.
આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
૨૦૧૭ પછીનો આવકનો દાખલો ૩ વર્ષ સુધી માન્‍ય રહેશે. જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ-ધારા કેન્દ્રનો જ માન્ય ગણાશે.
;