Notice Board
Updated At | Description | ||
---|---|---|---|
15-03-2023 |
RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૩/૦૫/૨૦૨૨, સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. |
||
15-03-2023 |
જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. 12/05/2022, ગુરુવાર થી તા. 14/05/2022, શનિવાર સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય. જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો આપના દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે. |
attachment | |
05-05-2021 | પ્રથમ રાઉન્ડમાં જે બાળકો પ્રવેશથી વંચિત રહેલ છે તેઓ પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી રહેલ જગ્યાઓ માટે શાળાની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે, જેની જાણ હવે પછી SMSથી કરવામાં આવશે. | ||
05-05-2021 |
RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, નીચે દર્શાવેલ એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. |
||
05-05-2021 | RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી. | ||
01-04-2023 |
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. |
||
01-04-2023 | જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ માટે) | attachment | |
06-08-2020 | કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું. |